યાત્રીઓને તેમની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડવાની છે તેની ખાતરી કરવા રાજકોટ ડિવિઝનની અપીલરાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સુવિધા માટે એક મહત્ત્વની અપીલ અને ટ્રેનોની યાદી જાહેર કરી છે. અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’ નામના બે અલગ-અલગ રેલવે સ્ટેશન આવેલા હોવાથી યાત્રીઓને તેમની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડવાની છે તેની ખાતરી કરવા અપીલ કરવામાં આવી છે.પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી નીચેની ટ્રેનોનું આગમન અને પ્રસ્થાન ચાંદલોડિયા ‘B’ સ્ટેશનથી થાય છે:૧. ૨૦૯૩૭ :– પોરબંદર - દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ૨. ૨૦૯૩૮ :– દિલ્હી સરાય રોહિલ્લા - પોરબંદર એક્સપ્રેસ૩. ૧૯૨૬૯ :– પોરબંદર - મુઝફ્ફરપુર એક્સપ્રેસ૪. ૧૯૨૭૦ :– મુઝફ્ફરપુર - પોરબંદર એક્સપ્રેસ૫. ૨૨૯૫૮ :– વેરાવળ - ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસ૬. ૨૨૯૫૭ :– ગાંધીનગર કેપિટલ - વેરાવળ સોમનાથ એક્સપ્રેસ૭. ૧૯૧૨૦ :– વેરાવળ - ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ૮. ૧૯૧૧૯ :– ગાંધીનગર કેપિટલ - વેરાવળ એક્સપ્રેસ૯. ૦૯૫૬૯ :– રાજકોટ - બરૌની સ્પેશિયલ૧૦. ૦૯૫૭૦ :– બરૌની-રાજકોટ સ્પેશિયલરેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે ટ્રેન ચૂકી જવાથી અથવા અન્ય કોઈ અસુવિધાથી બચવા માટે પ્રવાસ શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનનું સાચું સ્ટેશન ચોક્કસપણે તપાસી લે.