જૈત્ર ધોળકિયાના દાદા જે તે વખતે મોરબી સર્કિટ હાઉસમાં મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે મોરબી : ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજ (RIMC) , દેહરાદૂનમાં વિધાર્થીઓને ધોરણ 8 થી 12 સુધીનુ શૈક્ષણિક અભ્યાસ, રમતગમત તથા નેશનલ ડીફેન્સ એકેડમી (NDA) ની પ્રવેશ પરિક્ષાની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સ્કૂલ 100 વર્ષ જૂની અને સમગ્ર ભારતમાં એક જ મિલિટ્રી સ્કૂલ છે. આ સ્કૂલમાં પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા એન્ટ્રન્સ એકઝામના માધ્યમથી એડમિશન આપવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્ય માટે એક સીટ ફાળવવામાં આવે છે. જુલાઈ 2025ના સત્રના એડમિશન માટેની પ્રવેશ પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 78 (બોયઝ કેટેગરીમાં ) વિધાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જેમાં જૈત્ર સંદિપભાઈ ધોળકીયા દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ફકત એક જ વિદ્યાર્થી દ્વારા આ ઓલ ઈન્ડિયા એન્ટ્રન્સ એકઝામ ક્વોલિફાય કરવામાં આવી છે.મહત્વનું છે કે, જૈત્ર ધોળકિયા મોરબી સર્કિટ હાઉસના તત્કાલીન મેનેજર પ્રવીણભાઈ ધોળકિયાના પૌત્ર છે. પ્રવીણભાઈ ધોળકિયા પ્રજાપતિ સમાજના અગ્રણી છે ત્યારે જૈત્ર ધોળકિયાની આ સિદ્ધિ બદલ મોરબી વાસીઓ પણ ગૌરવ અનુભવી રહ્યા છે.