મોરબી: મોરબીના પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રસિંહ જી. જાડેજા (હરદેવસિંહ જાડેજા) એ શહેરના વિદ્યુત નગર 1 અને 2 માં નવા સીસી રોડ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.પૂર્વ કાઉન્સિલરે તેમની અરજીમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર ત્રણના સામા કાંઠા વિસ્તારમાં આવેલા વિદ્યુત નગર 1 અને 2 ના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે અને તેના પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.તેમણે કમિશનરને અપીલ કરી છે કે આ બંને વિસ્તારોમાં તાત્કાલિક નવા સીસી રોડ બનાવવામાં આવે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે હાલમાં જે રોડ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે, તેમાં આ વિસ્તારનો સમાવેશ કરાયો નથી. આ મુદ્દે અગાઉ પણ અરજી કરવામાં આવી હોવાનું જણાવી, તેમણે આ વખતે તેમની અરજીને ધ્યાનમાં લઈને તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ લાવવાની આશા વ્યક્ત કરી છે.