ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે આવેલો ડેમી-1 ડેમ આજે નવમા નોરતે ઓવરફ્લો થયો છે. મોરબીના રાજવીએ નિર્માણ કરાવેલો આ ડેમ અનેક ગામડાઓને પિયતનું પાણી પૂરું પાડે છે. ત્યારે આ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.