મોરબી : વર્ષ 2025 -26 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરશે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા સંઘ દ્વારા આ વર્ષે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉ. કેશવ બલીરામ હેડગેવારે વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કરી હતી. આવતી તારીખ 2 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજયા દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમ યોજાશે. સાથે જ સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.મોરબી જિલ્લામાં થનારા ઉત્સવોની માહિતી આ પ્રમાણે છે.માળિયા તાલુકાનો ઉત્સવ : ૦૨/૧૦/૨૫ ગુરુવારસ્થાન - જુના આમરણ , મોરબી તાલુકોસાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમમોરબી તાલુકાનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવારસ્થાન - ઘુંટુ (બહુચરાજી માતાજીનું મંદિર), મોરબી.સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમવાંકાનેર તાલુકાનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવારસ્થાન - નવા ઢુવા, વાંકાનેરસાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમટંકારા તાલુકાનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરુવારસ્થાન - લક્ષ્મીનારાયણ ગરબી ચોક, ટંકારાસાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ પડધરી તાલુકાનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવારસ્થાન: મોવૈયા, પડધરીસાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમવાંકાનેર નગર , નીલકંઠ ઉપનગર નો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવારસ્થાન - વિદ્યાભારતી, વાંકાનેર સાંજે ૬: ૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમજોગજતી ઉપનગરનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવારસ્થાન - આરાધના ધામ, વાંકાનેરસાંજે ૫: ૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમરવાપર ઉપનગરનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવારસ્થાન - પ્રમુખ રેસિડેન્સી, મોરબીસમય - રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમનરસંગ ઉપનગરનો ઉત્સવ ૦૪/૧૦/૨૫ શનિવારસ્થાન - નવયુગ પ્રી-પ્રાઇમરી સ્કુલ, મોરબી સમય - રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમચિત્રકૂટ ઉપનગરનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર,સ્થાન - મોટેશ્વર મહાદેવ , ભક્તિનગર સર્કલ,મોરબી સમય – સાંજે 5:3૦ વાગ્યે સંચલન ,જાહેર કાર્યક્રમડૉ બાબાસાહેબ આંબેડકર ઉપનગરનો ઉત્સવ૦૨/૧૦/૨૫ રવિવારસ્થાન - ગોકુલ ફામઁ, વાવડી રોડ,મોરબી સમય - સાંજે, ૫:૦૦ વાગ્યે સંચલન ,જાહેર કાર્યક્રમદરબારગઢ ઉપનગરનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવારસ્થાન - ડાયમંડ બેકરી સામે નુ મેદાન,મોરબીસમય - સાંજે ૪:૩૦ વાગ્યે જાહેર કાર્યક્રમ લાલબાગ ઉપનગરનો ઉત્સવ ૦૪/૧૦/૨૫ શનિવારસ્થાન - શિવપાકઁ, ભાગ્યલક્ષ્મી, મોરબીસમય - રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમવિજયાદશમી ઉત્સવ સત્ય અને ધર્મના વિજયનું પ્રતિક છે. મોરબી જિલ્લાના સંઘના સ્વયંસેવકો તથા સમાજના તમામ ભાઈઓ-બહેનોને આ પાવન અવસરની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.