મોરબી : મોરબીમાં શ્રી સમસ્ત રાધાપાર્ક સોસાયટી, વાવડી રોડ ખાતે શ્રી ચૈતન્ય હનુમાનજીના સાનિધ્યમાં શ્રી રાધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠાના લાભાર્થે તા. 4-10-2025 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનિક શૈલેષ મહારાજ, સરોજબેન નાગલા, બેન્જો વાદક મહેશભાઈ રામાનુજ, તબલા વાદક સુરેશભાઈ પટેલ તથા જગદીશભાઈ નિમાવત આઝાદ સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે.