મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીક કેનાલ પાસેથી આરોપી યુસુફભાઈ હાજીભાઈ દલવાણી રહે.જોન્સનગર, લાતી પ્લોટ વાળને વિદેશી દારૂના ત્રણ ચપલા કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.