માળિયા (મિયાણા) : સ્વ. નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/રાજકોટ તરફથી વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 6 ટીબી દર્દીને 6 માસ સુધી પોષણક્ષમ આહાર આપવા માટે દત્તક લેવામાં આવ્યા છે અને સપ્ટેમ્બર માસની પોષણ કીટ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્નને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે સ્વ. શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માળિયા (મિયાણા) તાલુકાના પ્રા.આ.કેન્દ્ર વવાણીયાના 6 દર્દીને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની ગાઈડ લાઈન મુજબ 6 મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.