મોરબી : મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવના ફાળામાંથી સમાજને ઉપયોગી બનવા માટે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોરબી જિલ્લાની પાટીદાર સમાજની દીકરીઓને શિક્ષણ માટે 21-21 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી છે. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકે જણાવ્યું હતું કે, આરતી અને વિવિધ દાતાઓના સાથ સહકારથી આ વર્ષે ઉમિયા નવરાત્રી મહોત્સવમાં કુલ 21.51 લાખનો ફાળો એકત્ર થયો છે. ત્યારે આ ફાળામાંથી મોરબી જિલ્લાની પાટીદાર સમાજની 75 દીકરીઓને શિક્ષણ માટે એટલે કે એક વર્ષની ફી પેટે 21-21 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જરૂરિયાતમંદ મોરબી જિલ્લાની પાટીદાર સમાજની દીકરીઓ પણ આ સહાય માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે. રજિસ્ટ્રેશન અને આર્થિક સહયોગ આપવા માટે કેતનભાઇ વિલપરા (99789 20222), એમ. વી. દલસાણીયા (97122 51081), કિશનભાઈ ગામી (99798 79896) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.