મોરબી : મોરબી શહેરમાં જીએસટી દરમાં ઘટાડા નિમિત્તે જન જાગૃતિ સાથેભાજપ દ્વારા જીએસટી મહોત્સવ ઉજવાયો હતો. આજ રોજ મોરબી શહેરમાં નવડેલાં રોડ ખાતેની બજારમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ રીશીપભાઈ કૈલા અને મોરબી શહેરના મહામંત્રીઓ ભાવેશભાઈ કંજારીયા અને ભુપતભાઇ જારીયા, શહેર ભાજપના હોદ્દેદારોએ દુકાનદારો સાથે મુલાકાત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જીએસટી દરમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી જનતા અને દુકાનદારને જે લાભ સરકાર દ્વારા મળ્યો છે તેનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.