મોરબી : મોરબી તાલુકાના ભડિયાદ નજીક આવેલ પેન્જોન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા પાલસિંગ બ્રિજરાજસિંગ ઉ.32 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.