વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ ટીટા સેનેટરીવર્સ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા મહમદ મૂર્તજા છોટન અંસારી ઉ.28 નામના યુવાને ગત તા.22ના રોજ પોતાના કવાટર્સમા ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.