આઠમના નૈવેદ્ય તથા હવન ૩૦ સપ્ટે.ને મંગળવાર, અને નવમીનાં નૈવેદ્ય તથા હવન ૧ ઓક્ટો.ને બુધવારે કરવા: ૨ ઓક્ટો. એ ગરબો પધરાવવો માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યાં છે. ત્યારે આ વખતે નવરાત્રી દરમિયાન તિથિઓની વૃદ્ધિના કારણે ઘણા લોકોને એવું પ્રશ્ન છે કે અષ્ટમી અને નવમીના નિવેદ ક્યારે કરવા??? તો એની તારીખ તિથિ વાર નીચે મુજબ આપ લોકોને જાણકારી મુજબ આપેલા છે તો આપ આ પ્રકારે નિવેધ કરી શકો છો. આવો ભગવતીનું પૂજન અનુષ્ઠાન કરીએ અને આપડી આંતરિક શક્તિને ઉજાગર કરીએ૧) અષ્ટમી ૩૦/૦૯/૨૦૨૫ ને મંગળવારે સાંજે ૦૬:૦૬ વાગ્યે સુધી રહેશે જેથી જે તેથી સૂર્યોદયમાં હોય એ તિથિ અતિ મહત્વની અને શાસ્ત્ર સંમત તિથિ ગણાય જેથી ૩૦/૦૯/૨૦૨૫ ને મંગળવારે અષ્ટમી ગ્રાહ્ય કરવી. માટે આઠમના નૈવેદ્ય તથા હવન ૩૦/૦૯/૨૦૨૫ને મંગળવારના રોજ જ કરવા.(૨) નવમી તિથી તારીખ ૧/૧૦/૨૦૨૫ ને બુધવારના હોવાથી જે લોકોને નવમીનાં નૈવેદ્ય તથા હવન પરંપરા મુજબ કરતા હોય એ લોકોએ ૧/૧૦/૨૦૨૫ ને બુધવારના દિવસે જ કરવા.૩) વિજયાદશમી તારીખ ૨/૧૦/૨૦૨૫ને ગુરુવારે હોવાથી જે લોકોને પરંપરા મુજબ વિજયા દશમીનાં હવન તથા નૈવેદ્ય તે જ દિવસે ૨/૧૦/૨૦૨૫ ને ગુરુવારે કરવા.ગરબો પધરાવવાનું મુહૂર્ત ૨/૧૦/૨૦૨૫ને ગુરુવારનાં સવારે ૬:૩૮ થી ૦૮:૦૮ શુભ બપોરે ૧૧:૦૬ થી ૦૩:૩૪ સુધી ચલ લાભ અમૃત સાંજે ૫:૦૪ થી ૦૬:૩૩ સુધીમાં કરવું. તેમજ સંધ્યા થઈ ગયા બાદ ગરબાને વિસર્જન કરવું નહીં પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા(ગોલ્ડમેડાલિસ્ટકાશીવારાણસી)મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાનજ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શકM.A. સંસ્કૃત૯૪૨૬૯ ૭૩૮૧૯શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલયક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં