હજુ કાલે અને પરમદિવસે પણ ભારે વરસાદની આગાહી મોરબી : મોરબીમાં આજે સાતમા નોરતે સાંજે મેઘરાજાની પધરામણી થઈ છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અને પરમદિવસે પણ મોરબી જીલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. મોરબીમાં છ નોરતા ટનાટન ગયા બાદ આજે સાતમા નોરતે મેઘરાજા પધાર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ બાદ આજે સાંજના 7:30 વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં ઝાપટા શરૂ થયા છે. જેને કારણે રોડ-રસ્તા પાણી પાણી થઈ ગયા છે. હાલ તો નવરાત્રીને પગલે લોકો વરસાદનું વિઘ્ન ન આવે તેવી આશા રાખી રહ્યા છે. તો બીજી તરફ આવતીકાલથી બે દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ જાહેર કરી છે. તેવામાં હવે નવરાત્રીના આયોજકોમાં પણ ચિંતાના વાદળ છવાયા છે.