મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવ આજે વરસાદના કારણે બંધ રાખવામાં આવ્યો છે. આ અંગે આયોજક એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે વરસાદના કારણે સલામતીના ભાગરૂપે આજે નવરાત્રી મહોત્સવમાં રજા જાહેર કરવામાં આવી છે.