હજુ પણ અનેક જગ્યાએ વરસાદ ચાલુ, ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ સાથે ભારે પવન અને ગાજવીજ પણમોરબી : મોરબી જીલ્લામાં આજે સાંજે 7 :30 વાગ્યા બાદ મેઘરાજાનું આગમન થયું હતું. જોત જોતામાં જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતવરણ સર્જાયું છે. હાલ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડી રહ્યો છે. સાથોસાથ ગાજવીન અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.મોરબી, ટંકારા, હળવદ, વાંકાનેર અને માળિયામાં વરસાદી માહોલ છે. સાથે મોરબી તાલુકાના નાની વાવડી, બગથળા, જેતપર, રાજપર, રંગપર, મકનસર, વનાળીયા, બહાદુરગઢ, ટીમ્બડી , ઘુંટુ , ધુનડા (સ.) , રાપર , જીવાપર, ચકમપર, ખાખરાળાં, પીપળીયા , ભરતનગર, નવા સાદુળકા, મોટી વાવડી, બેલા, લાલપર, લખધિરપુર, મોડપર, ખેવારીયા , માણેકવાડા, ભક્તિનગર, લક્ષ્મીનગર, નારણકા , સોખડા સહિતના ગામોમાં વરસાદ છે. આ સાથે માળીયા તાલુકાના મહેન્દ્રનગઢ, જુના ઘાટીલા, સરવડ ,ખાખરેચી, ભાવપર, નાના ભેલા, જસાપર, માણાબા, કુમ્ભારીયા, મેઘપર (દેરાળા), ટંકારા તાલુકાના વાઘગઢ , લજાઈ , વીરપર, નસીતપર, સાવડી, કલ્યાણપર , અમરાપર, જબલપુર વાંકાનેર તાલુકાના માટેલ, પીપળીયા રાજ, જેતપરડા, રાતાવીરડા, પંચાસીયા, રાજા વડલા, રાતી દેવડી, તીથવા તથા હળવદ તાલુકા રાસંગપર, સુસવાવ, રાતભેર, ટીકર(રણ), અજીતગઢ, સમલી , સુંદરીભવાની સહિતના ગામોમાં વરસાદ છે.