વાંકાનેરના શખ્સની અટકાયત : 6.3 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હળવદ : હળવદ તાલુકાના માથકથી કડીયાણા જવાના રોડ પર રાયધ્રા ગામના પાટીયા નજીક પોલીસે મોટી માત્રામાં દેશી દારૂ સાથે ઇનોવા કાર ઝડપી લીધી છે. પોલીસે વાંકાનેરના શખ્સની અટકાયત કરી રૂપિયા 6.3 લાખનો મુદ્દામાલ કબજે લઈને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસના જવાનો માથક તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે આજે સવારના 10-30 વાગ્યાની આસપાસ માથકથી કડીયાણા જવાના રોડ પર આવતા રાયધ્રા ગામના પાટીયા નજીક એક ઇનોવા કાર જીજે-1-કે.સી 2707 શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને પોલીસ દ્વારા અટકાવી અંદર તપાસ કરાતા દેશી દારૂના બાચકા ભર્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂ અને ચાલકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસે કુલ 550 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1.3 લાખ તેમજ એક ઇનોવા કાર કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ વાંકાનેર શહેરના ભાટિયા સોસાયટીમાં રહેતા હિતેશ ઉર્ફે રાઘવ ભરતભાઈ મકવાણાની અટકાયત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો આરોપી હિતેશ ચોટીલા પંથકમાંથી લાવ્યો હોય અને મોરબી લઈ જતો હોવાનું સામે આવ્યું છે.આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી વ્યાસ તેમજ સર્વેન્સ કોડના અજીતસિંહ સિસોદિયા, દેવેન્દ્રસિંહ ઝાલા, હર વિજયસિંહ ઝાલા, સંજયભાઈ લકુમ, સાગરભાઇ કુરિયા સહિતનાઓ જોડાયા હતાં.