હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં વિશાલભાઈ ભડાણીયાની વાડીએ ઇલેક્ટ્રિક મોટર બંધ કરવા જતા તળશીભાઈ રઘુભાઈ શિહોરા ઉ.26 રહે.કવાડિયા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.