આ પ્રોજેક્ટ અનુસાર 900 એમ.એમ. ડાયામીટરની સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન અને લગભગ 7 મીટર પહોળો ડામર રોડ બનાવાશે મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા શહેરના નઝરબાગથી ભડિયાદ રોડ પરના મહત્ત્વપૂર્ણ માળખાકીય સુધારા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને એજન્સીની નિમણૂક પણ થઈ ચૂકી છે. સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની અખબાર યાદી મુજબ, આ પ્રોજેક્ટમાં 900 એમ.એમ. ડાયામીટરની સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન નાખવાનું કામ અને લગભગ 7 મીટર પહોળો ડામર રોડ બનાવવાનું કામ સામેલ છે. મહાપાલિકાએ જણાવ્યું છે કે એજન્સીની નિમણૂક થતાં જ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ નવીન સુવિધાઓથી સદર રોડ પર આવેલી સોસાયટીના રહેવાસીઓ તેમજ અન્ય શહેરીજનોને મોટી રાહત મળશે.