ટંકારા : તારીખ 22/09/2025નાં રોજ એમ. પી. દોશી વિદ્યાલય મુકામે SVS કક્ષાએ ટંકારા તાલુકાનો માધ્યમિક અને ઉત્તર માધ્યમિક ટંકારા તાલુકાની તમામ શાળાઓનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું હતું. જેમાં હરબટીયાળી હાઈસ્કૂલમાંથી G2 Green Grain Cleaner ટુલ્સ રજૂ કરવામાં આવ્યું હતું જે સંપૂર્ણ સોલાર અને બેટરી સંચાલિત અનાજ સાફ કરવાનું મશીન છે. જેનો ટકાઉ વિકાસ- સબસ્ટેનેબલ એગ્રીકલ્ચર વિભાગમાં પ્રથમ નંબર આવ્યો છે.આ કૃતિ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે. આ તકે કૃતિ બનાવનાર અને તેમાં ભાગ લીધેલ ધો. 9માં અભ્યાસ કરતા મુછારા પંછી રોહિતભાઈ અને ચંડાટ હિર કૌશિકભાઈ બંને બાલ વૈજ્ઞાનિકો તથા કૃતિના માર્ગદર્શક એવા શાળાના શિક્ષક જયદીપભાઇ સિધ્ધપુરાએ શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સિવાય ટૂલ્સ બનાવવામાં ક્રિષ્નાબેન સંઘાણી તથા પ્રજ્ઞાબેન પગડાએ પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ બદલ સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે તથા આચાર્ય આર. જે. મુછારાએ તમામ કર્મચારીનો આભાર વ્યકત કર્યો છે.