પોલીસની નજરથી બચી નહિ શકો : અશાંતિ ફેલાઈ તેવી પોસ્ટ, ફોટા કે વીડિયો ન મુકવા પોલીસની અપીલ હળવદ : હળવદ શહેરમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટગ્રામ પર ઘાતક હથિયાર છરી સાથેના ફોટો અપલોડ કરી સમાજમાં ભય ફેલાવવાની ચેષ્ઠા કરનાર બે શખ્સને ઝડપી લઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ઇન્સ્ટગ્રામ સોશિયલ મીડિયા સાઇટ પર છરી સાથે ફોટો વીડિયો મુકવામાં આવ્યો હોય પોસ્ટ વાયરલ થતા હળવદ પોલીસની તપાસમાં છરી સાથેની પોસ્ટ મુકનાર હળવદ પંથકના શખ્સો હોવાનું ખુલતા પોલીસે આરોપી રવિ મુન્નાભાઈ કાંજીયા રહે.દિઘડિયા અને આરોપી રવિ ઘનશ્યામભાઈ દેકેવાડીયા રહે.દેવીપુર ( સુખપુર) નામના શખ્સોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. સાથે જ હળવદ પોલીસે સમાજમાં અશાંતિ ફેંલાઈ તેવા તેમજ કોઈ ગુન્હાહિત કૃત્ય બને તેવા ફોટો વીડિયો ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટગ્રામ પર ન મુકવા અપીલ કરી હતી.