મોરબી : બગથળા ગામમાં ઠોરિયા પરિવારનાં કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી શ્રી બહુચરાજી માતાજીનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 3-10-2025 થી 5-10-2025 સુધી ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં ઠોરિયા પરિવારનાં 23 ગામો જોડાયા છે. તા. 5-10-2025નાં રોજ સાંજે 3 થી 6 ધર્મ સભા રાખવામાં આવી છે.જેમાં શ્રી નકલંક મંદિર બગથળાનાં મહંત દામજી ભગત, હળવદ જૂના સ્વામિનારાયણ મંદિરથી ભક્તિનંદન સ્વામી, તેમજ સરસ્વતી આશ્રમનાં આધ્યાત્મિક વક્તા ભાણદેવજી જેવા સંતો પધારીને આશીર્વચન આપશે. આ કાર્યક્રમમાં તા. 2-10-2025ના રોજ સાંજે માતાજીની જ્યોતનાં ભવ્ય રીતે સાંજે 4 કલાકે સામૈયા કરવામાં આવશે અને તા. 3-10-2025નાં સવારે 8 કલાકે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થશે. જેમાં તાં 4-10-2025નાં સાંજે 4 કલાકે જલયાત્રા અને રાત્રે 9 કલાકે માતાજીની ભવ્ય શોભા યાત્રા નીકળશે. અને તા. 5-10-2025નાં સાંજે 3 થી 6 ધર્મ સભા તેમજ દાતાનાં સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ સાંજે જમણવાર પણ યોજાશે. આ પરિવારમાં 23 ગામનાં ઠોરિયા પરિવારનાં સભ્યો સામેલ છે. જેમાં બગથળા, ફગસિયા, તરઘરી, સરવડ, પીપળીયા, રામનગર, હજનાળી, ચમનપર, ખારચિયાં, હમીરપર, ઝીક્યારી, કુંતલપુર, સોલડી, કલ્યાણપુરા, કડી, લક્ષ્મિવાસ, સરવાલ, લક્ષ્મિવાસ, સરધાર, ચરાડવા, માનસર, કાંતિપુર, બરવાળા આમ 23 ગામનાં પરિવાર સાથે મળીને આં મંદિર બનાવ્યું છે એમ પ્રમુખ ભગવાનજીભાઈ એલ. ઠોરિયા અને મંત્રી એ. કે. ઠોરિયાની યાદીમાં જણાવાયું છે.