મોરબી: મોરબી શહેરની શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા શાળાના કમ્પાઉન્ડની દીવાલો પર ચિત્રો દોરવા માટે મોરબી મહાપાલિકાના નાયબ કમિશનર સમક્ષ અપીલ કરવામાં આવી છે.શાળા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે શાળાની બે બાજુની દીવાલો મોટી અને લોકોની અવરજવર ધરાવતા ભરચક વિસ્તારમાં આવેલી છે, જે ચિત્રો દોરવા માટે યોગ્ય છે. શાળાએ મહાપાલિકાને વિનંતી કરી છે કે તેમના કાર્યક્ષેત્ર હેઠળ આ દીવાલો પર દેશભક્તિ, પર્યાવરણ અને પ્રકૃતિને લગતા યોગ્ય ચિત્રો દોરવામાં આવે, જેથી જાહેર જનતામાં સકારાત્મક સંદેશ પહોંચે અને શહેરની સુંદરતામાં વધારો થાય. આ રજૂઆત સમાજ સેવક પ્રફુલભાઈ શુક્લ દ્વારા કરવામાં આવી હતી.