મોરબી : સ્વ. રૂક્ષ્મણીબેન શામજીભાઈ કૈલા નિઃશુલ્ક હોમિયોપેથિક ક્લિનિકના ઉદઘાટન પ્રસંગે આગામી તારીખ 14 ઓક્ટોબર ને મંગળવારના રોજ નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ બ્લડ સુગર કેમ્પનું પણ આયોજન કરાયું છે.આ કેમ્પ 14 ઓક્ટોબરના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસી પછળ આવેલી 12, આદિનાથ સોસાયટી ખાતે યોજાશે. જેમાં હરસ-મસા, ભગંદર, પથરી, પિત્તાશયની પથરી, દમ, અસ્થમા, ઉંદરી, ખરતા વાળ, એલર્જી, પ્રોસ્ટેટ, ખીલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એસિડિટી, ગેસ, માઈગ્રેન, સફેદ પાણી, માસિકની તકલીફ, બાળકના રહેવું, પથારીમાં પેશાબ કરી જવું, પેટના રોગો, સાંધાના દુઃખાવા, કપાસી, વાઢિયા, ધાધર, સોરિયાસિસ, કબજિયાત, સફેદ ડાઘ વગેરે રોગાનું નિદાન અને સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં ડો. મનોજ માકાણી, ડો. હિતેષ અઘેરા, ડો. નીલેષ ભાડજા, ડો. પરેશ કૈલા, ડો. પ્રજ્ઞાબેન કૈલા, ડો. પ્રકાશ વિડજા સેવા આપશે. આ ક્લિનિકથી હોમિયોપેથિક દવાઓ દરરોજ નિઃશુલ્ક મળી રહેશે. કેમ્પમાં લાભ લેવા નામ નોંધાવવા માટે ડો. પરેશ કૈલા (મો.નં. 9879522451)નો સંપર્ક કરવા જણાવાયું છે.