હોસ્પિટલના સ્ટાફે નિર્દયી બની અડધી કલાક સુધી બાળકોના મૃતદેહોને કફન પણ ન ઢાંકયા, અંતે સામાજિક કાર્યકરે કફન લાવીને ઢાંકયા મોરબી : મોરબી નજીક ઓઅણીના ખાડામાં ડૂબી જવાના કારણે ત્રણ બાળકોના મોત નિપજ્યા હોવાના બનાવમાં સિવિલે મોતનો પણ મલાજો જાળવ્યો ન હોવાનું ધ્યાને આવ્યું છે. સિવિલમાં કોઈ સ્ટાફે બાળકને કફન ન ઓઢાડ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. મોરબીની સિવિલ હોસ્પિટલ જે અવારનવાર વિવાદોમાં રહે છે. ત્યારે આજે પણ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આજે પાનેલી રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે ત્રણ બાળકોના મોત નિપજયા હતા. આ બાળકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે અડધી કલાક સુધી આ બાળકોના મૃતદેહને સિવિલના સ્ટાફે કફન પણ ઓઢાડ્યું ન હતું. ઉપરાંત સ્ટાફે તો એવું કહી દીધું હતું કે કફન ક્યાં હોય છે તે અંગે અમને ખબર નથી. આમ સિવિલ હોસ્પિટલે મોતનો પણ મલાજો જાળવ્યો ન હતો. બાદમાં હુસેનભાઈ નામના સામાજિક કાર્યકરે ત્વરિત કફન લઈ આવી આ બાળકોના મૃતદેહ ઉપર ઓઢાડ્યા હતા.