વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં રિચ સિરામિક ફેકટરી પાછળ આવેલ વોકળામાં ડૂબી જતાં અંદાજે 35થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસો અંગે શોધખોળ શરૂ કરી છે.