સેવાભાવી યુવકે ઇજાગ્રસ્ત થયેલી ગાયને સારવાર માટે મોરબી ખસેડીટંકારા : ટંકારા - લતીપર રોડ ઉપર હિરાપર નજીક ગાય માતાને અજાણ્યા વાહને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે ગામના રાહદારીએ પટેલ ક્રેન વાળા સેવાભાવી ભનાભાઈને જાણ કરતા તેઓએ ટિમ સાથે પહોચી ગાયનું રેસ્ક્યુ કરી સારવાર માટે મોરબી ખસેડી હતી. ટંકારા તાલુકામાં અબોલ જીવ માટે પટેલ ક્રેન (9724432006 ભનાભાઈ) વિનામુલ્યે સેવા આપે છે. જો આપના ધ્યાને ગૌ વંશ કે અબોલ જીવ જોવા મળે તો તેમનો સંપર્ક કરવા જણાવાયું છે.