મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 26 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, તુવેર, સીંગદાણા, રાયડો, ચણા, ગુવાર બી અને કાળાતલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 866 ક્વિન્ટલ એટલે કે 4330 મણ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1461 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 189 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 550 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 67 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1900 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 936, જીરુંના 3484, બાજરાના 555, તુવેરના 1119, સીંગદાણાના 1236, રાયડાના 1191, ચણાના 1011, ગુવાર બીના 835 અને કાળા તલના 3800 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.