એકની ધરપકડ, અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની શોધખોળમોરબી : વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા નજીક નેશનલ હાઇવે પર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે એક શખ્સને પકડી રૂ.5.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વાંકાનેરથી મોરબી તરફ જતા ઢુંવા ગામની સીમમા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ગેલભવાની હોટલ પાસેથી રોડ પર સ્વીફ્ટ ડીઝાઈર કાર રજી. નંબર GJ-13-AX-3932માથી 400 લીટર દેશી દારૂ સાથે ધર્મેશભાઈ રમેશભાઈ મેટાળીયા રહે.પાંચવડા ચોરાની બાજુમા તા. ચોટીલાવાળાને ઝડપી લીધો છે. આ સાથે રૂ.5.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વધુમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રવિભાઈ ઉર્ફે માસ રહે. મોરબીવાળો અને દારૂનો જથ્થો મોકલનાર તરીકે વિજ્યભાઈ ઉર્ફે ભુરો વાલજીભાઈ માલકીયા રહે.રેશમીયા તા.ચોટીલાવાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી શોધખોળ ચલાવી છે.