ટંકારા : વર્ષ 2025- 26 ના ટંકારા તાલુકાના SVS કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળાઓએ વિભાગ 2 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓએ જળ કુંભી નામની કૃતિ બનાવી હતી. જેમાં જળકુંભીના રેસામાંથી ડિસ્પોજેબલ બાઉલ, ખાતર અને કાપડ બનાવવા માટે રેસા બનાવ્યા હતા. આ માટે શાળાના વિજ્ઞાન શિક્ષક હિરલબેન પટેલે દીકરીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઓરપેટ શાળાની વિદ્યાર્થિનીઓ દેત્રોજા નેન્સી અને ફુલતરીયા યાત્રીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.