મોરબી : જય બજરંગ યુવક મંડળ ધૂનડા (સ.) દ્વારા નિરાધાર અબોલ પંખીડાની ચણ માટે તા. 26-9-2025ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે મહાન સામાજિક નાટક પાનેતરનો રંગ યાને કે લાખનશીની કટાર સાથે જ પેટ પકડીને હસાવતું કોમિક લખમણિયો માડણીયોનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભાઈ - બહેનોને પધારવા જય બજરંગ યુવક મંડળ તથા ધૂનડા (સ.) ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.