અમદાવાદ : પેરિંગ રેકના વિલંબિત સંચાલનને કારણે રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર સુપરફાસ્ટ તારીખ 25.09.2025 ના રોજ પોરબંદરને બદલે અમદાવાદ જંકશન સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી સાંજે 17.40 વાગ્યે ઉપડશે. આમ, આ ટ્રેન પોરબંદર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને માળખા વિશેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.