અશોકભાઈના 'સરિતા પ્રાકૃતિક શાકભાજી સ્ટોર' દ્વારા નાગરિકોને રાસાયણમુક્ત અને શુદ્ધ ખાદ્ય પદાર્થો પૂરા પડાઈ રહ્યા છેમોરબી: મોરબી જિલ્લાના નારણકા ગામના અશોકભાઈ મોરડીયા, જેઓ અગાઉ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, તેમણે હવે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. કુદરત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યેના તેમના લગાવને કારણે તેમણે છેલ્લા બે વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.ખેતીની આ અનોખી સફર દરમિયાન, અશોકભાઈએ મોરબી શહેરના અવની ચોકડી, રવાપર રોડ પર 'સરિતા પ્રાકૃતિક શાકભાજી સ્ટોર' શરૂ કર્યો છે. છેલ્લા દોઢ વર્ષથી આ સ્ટોર મોરબીના નાગરિકોને રાસાયણમુક્ત અને શુદ્ધ ખાદ્ય પદાર્થો પૂરા પાડી રહ્યો છે. આ સ્ટોર પર પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલ શાકભાજી, અનાજ, કઠોળ અને ગૌ-આધારિત ઉત્પાદનો ઉપલબ્ધ છે.અશોકભાઈના આ પ્રયાસને માત્ર એક વેપાર નહીં, પરંતુ મોરબીના નાગરિકોના સ્વાસ્થ્ય માટેનો એક પવિત્ર પ્રયાસ માનવામાં આવે છે. તેમનું ઉદાહરણ દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર જમીન સુધારવા માટે જ નહીં, પરંતુ જીવનશૈલી અને સમાજને પણ સકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. વધુ માહિતી માટે, સ્ટોરનો સંપર્ક ૯૫૮૬૨૯૮૩૦૪ અથવા ૮૭૯૯૫૩૨૭૪૨ પર કરી શકાય છે.