મેગા ડ્રાઈવમાં કમિશનર, કલેકટર, ધારાસભ્ય સહિતના અધિકારીઓ જોડાશેમોરબી: સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વચ્છ ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે મોરબીમાં 'સ્વચ્છતા મેગા ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવ્યું છે. 'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાન અંતર્ગત યોજાનારી આ મેગા ડ્રાઈવમાં શહેરના 5000 થી વધુ લોકો જોડાવાની અપેક્ષા રાખવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી ૨૫ સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 08:00 થી 09:00 કલાક દરમિયાન યોજાશે.આ સ્વચ્છતા અભિયાનમાં મોરબીના ગાંધી ચોકથી ઉમિયા સર્કલ સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવશે. તેમજ આસપાસની શેરીઓ પણ સાફ કરાશે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક સંસ્થાઓના સભ્યો, વિવિધ એસોસિએશનો, અને NGOના કાર્યકર્તાઓ જોડાશે. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં કમિશનર, કલેકટર, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ પણ ભાગ લઈને લોકોને પ્રોત્સાહિત કરશે.આ મેગા ડ્રાઈવ દરમિયાન, આવાસ યોજનાના વિસ્તારો, SP રોડ પરના બિલ્ડિંગ્સ, તેમજ તમામ કોલેજો અને શાળાઓ દ્વારા પોતપોતાના વિસ્તારની સફાઈ કરવામાં આવશે. જેથી સમગ્ર મોરબી સ્વચ્છ અને સુંદર બને. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી, તેમને આ અભિયાનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.