મોરબી : મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે સતત આઠમાં વર્ષે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ રાંદલ લોટા મહોત્સવ તથા મહાદુર્ગા પૂજાનો કાર્યક્રમ યોજાશે. આગામી તારીખ 5 ઓક્ટોબર ને રવિવારના રોજ સાંજે 5 થી રાતના 9 વાગ્યા સુધી આ મહાદુર્ગા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 થી 12 વર્ષની 551 દીકરીઓ માતાજીના સ્વરૂપોમાં સજ્જ થઈને આવશે અને આ દીકરીઓના ચરણોનું પૂજન કરવામાં આવશે. દીકરીઓને રાસ રમાડવામાં આવશે અને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે.તો જે દીકરીઓને આ મહોત્સવમાં ભાગ લેવો હોય અથવા રાંદલ માં ના લોટાનું તથા ગોયણીનું બુકિંગ કરાવવું હોય તેમણે 30 સપ્ટેમ્બર સાંજે 8 વાગ્યા સુધીમાં મંદિરના પૂજારીને રૂબરૂ મળીને નામ નોંધાવી જવા જણાવ્યું છે. જેમણે દીકરીઓને લાણી આપવી હોય તો તેઓએ યશવંતભાઈ જોષી (મો. નં. 99747 68005) અથવા રાજેન્દ્રભાઈ ભટ્ટ (મો. નં. 99099 58188) અથવા હિતાબેન (મો. નં.90997 05434) પર સંપર્ક કરવા જણાવ્યું છે.