મોરબી : મોરબી જિલ્લાના ભડિયાદ ખાતે આવેલ શ્રી ભડિયાદ ગૌશાળાના લાભાર્થે એક ભવ્ય નાટક અને કોમિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ: ૨૭-૦૯-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે શ્રી ભડિયાદ ગરબી ચોક ખાતે યોજાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગૌશાળાના નિર્વાહ માટે ભંડોળ એકત્ર કરવાનો છે, જેનાથી ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં સહયોગ મળી રહે.આ કાર્યક્રમમાં સ્વયંસેવક કલાકાર મંડળ દ્વારા પ્રેરણાત્મક નાટક 'સોન કંસારી યાને ધુમલીનું પતન' રજૂ કરવામાં આવશે. નાટકની સાથે પ્રેક્ષકોના મનોરંજન માટે 'કોમિક' પણ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ શ્રી ભડિયાદ ગૌશાળા ટ્રસ્ટ, ભડિયાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ઉપસ્થિત રહેવા માટે આયોજકોએ સમસ્ત ગ્રામવાસીઓ, પ્રજાજનો અને ધર્મપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.