મોરબી : શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર દ્વારા તા. 27-9-2025 ને શનિવારના રોજ સાંજે 4 થી 7 કલાકે અને તા. 28-9-2025 ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન મોરબી પ્રેરિત કેન્સર નિદાન કેમ્પનું આયોજન દાતા શ્રીમતી સુવર્ણાબેન સુરેશભાઈ મહેતા દ્વારા શ્રી ડી.સી.મહેતા સાર્વજનીક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન વિક્રમભાઈ સંઘવી દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ પોતાનું ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરા મો.નં. 9537099219 પર નામની નોંધણી કરાવવાની રહેશે.