શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવવામાં આવશે : પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. ભાડેસિયામોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (મા. સંઘચાલક, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ. સંઘ) કહ્યું કે હાલમાં દેશભરમાં 95,848 શાખાઓના માધ્યમથી વ્યક્તિ નિર્માણનું કાર્ય સતત ચાલી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે શતાબ્દી વર્ષમાં ગુજરાત રાજયમાં વિભિન્ન કાર્યક્રમોની હારમાળા ચાલવાની છે. શતાબ્દી વર્ષ નિમિતે સંઘનો કાર્ય વિસ્તાર સમાજની સજ્જન શક્તિને સાથે લઈને વિભિન્ન પ્રકારના કાર્યક્રમોના રૂપમાં ઉજવવામાં આવશે. વિજયાદશમી ઉત્સવ નિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે. તેમજ ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,000 કાર્યકર્તા દ્વારા 90 લાખ ઘરોનો સંપર્ક થશે. જેના અંતર્ગત 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્કની યોજના છે.સમાજને સાથે રાખીને 4,670 હિન્દુ સંમેલનો થશે જેમાં 13,70,000 જેટલા લોકો ભાગ લેશે. તેમજ સામાજિક આગેવાનો સાથે 571 સદભાવ બેઠકો થશે જેમાં આસરે 16,600 લોકો સહભાગી થશે. સમાજના પ્રબુદ્ધ લોકો સાથે 92 સ્થાનો પર પ્રમુખ જન ગોષ્ઠી થશે જેમાં આશરે 2,000 લોકો ભાગ લેશે.યુવાઓમાં રાષ્ટ્રકાર્યની પ્રવૃતિ વધે એ માટે યુવા સંમેલન 580 સ્થાનો પર થશે જેમાં 87,000 યુવાઓ ભાગ લેશે. શતાબ્દી વર્ષમાં સંઘ દ્વારા અધિકતમ સ્થાનો પર શાખા લાગવાની યોજના કરવામાં આવી છે. વર્તમાનમાં ગુજરાત રાજયમાં કુલ 2421 દૈનિક શાખાઑ છે. જેમાં વિધાર્થી શાખા 1247, વ્યવસાયી શાખા 1174 છે. સપ્તાહમાં એક વાર લાગતી શાખા એટલે સપ્તાઇક મિલનની સંખ્યા 1612 છે અને માસિક મિલન 844 છે.