મોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં આવતીકાલે તા. 24/09/2025 ને બુધવારના રોજ વીજ પુરવઠો મેઈન્ટેનન્સ અને નવા ટ્રાન્સફોર્મર (ટીસી) ના કામને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. હરિપર જેજીવાય ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 08:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેમાં જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરતનગર, તેમજ આ ફીડર હેઠળના તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણો પર વીજપુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.