યુવકને 3 સંતાન, હાલ તેની હાલત ગંભીર : પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની શક્યતા : બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટમોરબી : મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ નેક્સસ સિનેમા નજીક એક 30 વર્ષીય યુવક અને સગીરાએ ઝેરી દવા પી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સગીરાનું મોત નીપજ્યું છે. જ્યારે યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ધુતારી વિસ્તારમાં રહેતા વિક્રમ બાબુભાઈ ડાભી (ઉ.વ.30) નામના યુવક અને એક સગીરા બન્ને મોરબીના બાયપાસ રોડે આવેલ નેક્સસ સિનેમા નજીક શેર એ પંજાબ હોટેલની સામેના વિસ્તારમાં ઝેરી દવા પીધેલ હાલતમાં મળી આવ્યા હતા. જેથી બન્નેને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજયું હતું. જો કે, વિક્રમ ડાભી હજુ પણ સારવાર હેઠળ છે. અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ છે. આ બનાવની આગળની વધુ તપાસ સતીશભાઈ ગરચર ચલાવી રહ્યા છે.મળતી માહિતી મુજબ વિક્રમ ડાભી પરણિત છે અને તેને ત્રણ સંતાન છે. જ્યારે સગીરા 17 વર્ષની હોવાનું સામે આવ્યુ છે.બંનેએ એક જ જગ્યાએ ઝેરી દવા પીધેલ હોય પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા સેવાઇ રહી છે. યુવક ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લેવાયા પછી જ દવા પીવાનું ચોક્કસ કારણ સામે આવશે.