ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલા કામધેનુ આશ્રમ ખાતે આગામી તારીખ 26 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ રાત્રે 10:00 કલાકે મહાન ધાર્મિક નાટક રા'માંડલીક અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક માલી મતવાલી રજૂ કરવામાં આવશે. ગૌમાતાના લાભાર્થે ગૌ સેવા યુવક મંડળ દ્વારા આ નાટક અને કોમિક ભજવાશે. તો કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ- વિરપર અને વિરપર સમસ્ત ગામ દ્વારા સર્વેને આ નાટક અને કોમિક નિહાળવા આમંત્રણ પાઠવાયું છે.