વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેજા હેઠળ આવતા પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને તલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઉજવણીના ભાગ રૂપે પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેજા હેઠળ આવતા પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે બાળકો, કીશોરીયો અને સગર્ભા બહેનોની તપાસ કરાઈ અને NCD સ્કીનીંગ કરાયું હતું. તેમજ 40 વર્ષથી વધુ વયના લોકોની આંખની તપાસ કરી અને પોષણ યુક્ત આહાર વિશે સમજણ આપી આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણીમાં પીપળીયારાજના મેડીકલ ઓફીસર ડો. તન્વીર, CHO નજમાબેન સમા, MPHW તોફીક ગઢવારા, FHW ગુલશનબેન પરાસરા તથા અન્ય સ્ટાફએ હાજરી આપી ઉજવણી કરી હતી.