મોરબી : તા. 23-9-2025ના રોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઝવેરી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. શ્રીવાસ્તવની સૂચના મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન, તથા આગેવાન વાઘજીભાઈ ડાંગરોચા, આયુષ હોસ્પિટલના તબીબ ડો.જાડેજા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસ ડૉ. હિરેન વાંસદડિયાએ હાજરી આપી હતી. જે કાર્યક્રમમાં માતાઓ બહેનોને બીપી, ડાયાબિટીસ, કેન્સર, ટીબી વગેરે રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા તથા તેઓનું સ્ક્રીનીંગ અને સારવાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ પ્રમુખ તથા ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો હતો.