મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 23 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, રાય, અડદ અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 385 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1518 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 285 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 555 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 115 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1934 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 1001 રૂપિયા, જીરુંના 3464, બાજરાના 417, રાયના 1511, અડદના 1162 અને ચણાના 1034 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 800 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 280 રૂપિયા ભાવ બોલાયા છે.