BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટકના લાભાર્થીઓ માટે કાલે મંગળવાર તેમજ બુધવારે બે દિવસ કેમ્પ યોજાશે મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અંતર્ગત BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટકના લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાર્ષિક રૂ. ૩.૦૦ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો નવા આવાસના બાંધકામ માટે નોંધણી કરાવી શકશે.આ કેમ્પ તા. ૨૩/૦૯/૨૦૨૫ને મંગળવારના રોજ શક્તિમાંનું મંદિર, શકત શનાળા, મોરબી ખાતે સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી. તેમજ તા. ૨૪/૦૯/૨૦૨૫ને બુધવારના રોજ લાઈન્સનગર (ગોકુલનગર) પ્રાથમિક શાળા, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. આ યોજના હેઠળ, ખુલ્લા પ્લોટ પર અથવા જૂના/જર્જરિત મકાનને પાડીને નવા મકાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૪ લાખની સહાય ૪ હપ્તામાં આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાએ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય લાભાર્થીઓને અનુરોધ કર્યો છે.