વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રીથી સમઢીયાળા બાઈક ઉપર જઇ રહેલા મૂળ રાજસ્થાનના વતની અને સમઢીયાળા ગામે રહેતા રણજીતભાઈ રમેશભાઈ દરોગા ઉ.20ના બાઇકને મેસરિયા ગામના પાટિયા પાસે જીજે - 01 - યુઈ -2894 નંબરના આઇસર ચાલકે ગત તા.14 ના રોજ હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઈક ચાલક રણજીતભાઈ તેમજ બાઈક પાછળ બેઠેલા અનિલભાઈ નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતની આ ઘટનામાં ગંભીર ઇજા પામેલા અનિલભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અકસ્માતની ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.