વર્ષ 2026 સુધી સહાય કરવાની સરપંચ સરોજબેન સંઘાણીની જાહેરાત ટંકારા : તાલુકાના હરબટીયાળી ગામના સરપંચે મૃત્યુ પામનાર ગામના મૃતકના પરિવારને રૂપિયા 10000 આપવાની જાહેરાત કરી છે. ટંકારાના હરબટીયાળી ગામે તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં સરપંચ સરોજબેન સંઘાણીએ કોઈપણ કારણોસર મૃત્યુ પામનાર ગામના જ વ્યક્તિ હોય તેના પરિવારને સ્વખર્ચે રૂપિયા 10000 આપવાની જાહેરાત કરી છે. વધુમા યાદીમાં જણાવ્યા અનુસાર હરબટીયાળી ગામના જ હોય અને અકસ્માત કે અન્ય કારણોસર મૃત્યુ પામે તેવા મૃતકના પરિવારને વર્ષ 2026 સુધી ₹10,000 અનુદાન કરવાની જાહેરાત કરી છે. આ પ્રકારની સહાયની જાહેરાતની ગ્રામજનોએ વધાવી છે.