78 દીકરીઓ દ્વારા કુલ 48 રાસ રજૂ કરવામાં આવશેમોરબી: મોરબીની પ્રાચીન શક્તિ ચોક ગરબી મંડળમાં દર વર્ષે અંગારા, અઘોર રાસ સહિતના અવનવા પ્રાચીન ગરબા રમી મા શક્તિ સ્વરૂપા બાળાઓ લોકોમાં અનેરું આકર્ષણ જમાવે છે. શક્તિ ચોક ગરબી મંડળના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ વર્ષે શક્તિ ચોક ગરબી મંડળની એક બાળા દરરોજ 50 ફૂટ બાય 50 ફૂટના ચણિયાચોળી પહેરી આવી નોરતાની રાત ગરબો રજૂ કરી સૌને અચંબિત કરશે, આ ઉપરાંત મા મોગલ રમવા આવે, વાગે વાગે રે ઢોલ વાગે, ભીંજાય ઘરચોડું ભીંજાય માની ચુંદડી, બોલ મારી અંબે, કંકુ ખર્યું અને સૂરજ ઊગ્યો સહિતના કુલ 48 રાસ 78 દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવશે. શક્તિ ચોક ગરબા મંડળમાં એક ખોજા પરિવારની દીકરી પણ ગરબા રમી કોમી એકતાનું પ્રતીક રજૂ કરાશે. આ ગરબી રાત્રે 9:30થી શરૂ થશે.