મોરબી : આજરોજ વિવિધ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી અને વાંકાનેરમાં નવા તાલુકા વિકાસ અધિકારી મૂકાયા છે. મોરબીના તાલુકા વિકાસ અધિકારી પીઠા સામત ડાંગરની જેતપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે હાલ જેતપુરના તાલુકા વિકાસ અધિકારી જયદીપ પ્રવીણભાઈ વણપરિયાને મોરબી તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. તો અંજારના તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ભરતભાઈ ચૌધરીની વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.