મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે ચાલતા ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2 માં રોટરી ક્લબ ઓફ ઈલાઇટ મોરબી દ્વારા પ્રમુખ મિલનભાઈ રૈયાનીના નેતૃત્વમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામફળી, દાડમ, આસોપાલવ, બદામ જેવા વગેરે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ઈલાઇટના તમામ મેમ્બરો તેમજ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગરના સંચાલક હાતિમભાઈ રંગવાલા હાજર રહ્યા હતા.